-
11 Berichten
-
15 foto's
-
1 Video’s
-
Female
-
In a relationship
-
Gevolgd door 1 people
© 2026 Kapol Connect
Dutch
Actueel
-
કપોળ સમાજ દર્પણ મેગેઝીનની જાન્યુઆરી ૨૦૨૬ની આવૃત્તિ ડાઉનલોડ કરોકપોળ સમાજ દર્પણ મેગેઝીનની જાન્યુઆરી ૨૦૨૬ની આવૃત્તિ ડાઉનલોડ કરોBestandstype: pdf0 Reacties 0 aandelen 846 Views 0 voorbeeldPlease log in to like, share and comment!
-
શ્રી ગંગાજળિયાદાદા સંઘવી કપોળ સમાજ ટ્રસ્ટ દ્વારા, લઘુ રુદ્રાભિષેક.
🕉️ ૐ નમઃ શિવાય 🕉️
ભગવાન શ્રી શિવશંકરની અપાર કૃપા પ્રાપ્ત કરવાના હેતુથી મહાશિવરાત્રિના પાવન
તથા પુણ્યમય પર્વ નિમિત્તે લઘુ રુદ્રાભિષેક, સંગીતમય ભક્તિભાવ સાથે રસદાર ફરાળી ભોજન પ્રસાદનું પાવન આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ: રવિવાર, ૧૫-૦૨-૨૦૨૬ સમય: સવારે ૧૦:૦૦ કલાકે
📍 સ્થળ: ભુરાભાઇ આરોગ્ય ભવન, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ
🙏 આ પાવન કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુક જોડી માટે લઘુ રુદ્રાભિષેક યોગદાન રકમ રૂ. ૨,૧૦૦/- રાખેલ છે. (૨ પ્રસાદ પાસ)
વધુ જાણકારી મેળવવા માટે કૉલ કરો +919223365865
મહાશિવરાત્રીના પાવન પર્વ પર લઘુરુદ્ર અભિષેક કરવાનું અત્યંત વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં ભગવાન શિવને 'અભિષેક પ્રિય' કહ્યા છે, અને લઘુરુદ્ર એ શિવ આરાધનાની સૌથી શક્તિશાળી વિધિઓમાંથી એક છે.
મહાશિવરાત્રી પર લઘુરુદ્રનું મહત્વ
પાપોનું શમન: માનવામાં આવે છે કે મહાશિવરાત્રી પર લઘુરુદ્ર કરવાથી જન્મ-જન્માંતરના પાપો અને કર્મોના બંધનમાંથી મુક્તિ મળે છે.
ગ્રહ દોષ નિવારણ: જો કુંડળીમાં શનિ દોષ, રાહુ-કેતુની પીડા કે કાલસર્પ દોષ હોય, તો આ દિવસે લઘુરુદ્ર કરવાથી ગ્રહોની નકારાત્મક અસરો શાંત થાય છે.
મનોકામના પૂર્તિ: આ વિધિથી શિવજી અત્યંત પ્રસન્ન થાય છે, જેનાથી ભક્તની આર્થિક, શારીરિક અને માનસિક મુશ્કેલીઓ દૂર થાય છે.
શિવ સાનિધ્ય: મહાશિવરાત્રીની ચાર પ્રહરની પૂજામાં લઘુરુદ્રનો અભિષેક કરવાથી સાધકને ભગવાન શિવના સાક્ષાત આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
લઘુરુદ્ર એટલે શું?
લઘુરુદ્રમાં યજુર્વેદના 'શ્રી રુદ્રમ' (નમક અને ચમક) ના પાઠ કરવામાં આવે છે.
• જ્યારે રુદ્રના અગિયાર અનુવાકનો અગિયાર વખત પાઠ કરવામાં આવે (એટલે કે કુલ ૧૨૧ પાઠ), ત્યારે તેને 'લઘુરુદ્ર' કહેવામાં આવે છે.
• મહાશિવરાત્રીની રાત્રે જ્યારે શિવ તત્વ પૃથ્વી પર સૌથી વધુ સક્રિય હોય છે, ત્યારે આ મંત્રોચ્ચારથી વાતાવરણમાં દિવ્ય ઉર્જાનો સંચાર થાય છે.
આધ્યાત્મિક મહત્વ
હિન્દુ પંચાંગ મુજબ, મહાશિવરાત્રી દર વર્ષે મહા મહિનાની વદ ચૌદસના દિવસે ઉજવવામાં આવે છે. તેના મહત્વ પાછળ મુખ્ય ત્રણ માન્યતાઓ છે:
•શિવ-શક્તિનું મિલન: માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. તે પુરુષ અને પ્રકૃતિના મિલનનો ઉત્સવ છે.
•સૃષ્ટિનું સર્જન: પૌરાણિક કથાઓ મુજબ, આ રાત્રે ભગવાન શિવે 'તાંડવ' નૃત્ય કર્યું હતું, જે સૃષ્ટિના સર્જન, સ્થિતિ અને લયનું પ્રતીક છે.
•અજ્ઞાનનો નાશ: આધ્યાત્મિક દ્રષ્ટિએ, આ રાત અંધકાર (અજ્ઞાન) પર પ્રકાશ (જ્ઞાન) ના વિજયનું પ્રતીક છે. ભક્તો જાગરણ કરીને પોતાના અંતરના શિવ તત્વને જગાડવાનો પ્રયત્ન કરે છે.
શ્રી ગંગાજળિયાદાદા સંઘવી કપોળ સમાજ ટ્રસ્ટ દ્વારા, લઘુ રુદ્રાભિષેક. 🕉️ ૐ નમઃ શિવાય 🕉️ ભગવાન શ્રી શિવશંકરની અપાર કૃપા પ્રાપ્ત કરવાના હેતુથી મહાશિવરાત્રિના પાવન તથા પુણ્યમય પર્વ નિમિત્તે લઘુ રુદ્રાભિષેક, સંગીતમય ભક્તિભાવ સાથે રસદાર ફરાળી ભોજન પ્રસાદનું પાવન આયોજન કરવામાં આવ્યું છે. તારીખ: રવિવાર, ૧૫-૦૨-૨૦૨૬ સમય: સવારે ૧૦:૦૦ કલાકે 📍 સ્થળ: ભુરાભાઇ આરોગ્ય ભવન, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ 🙏 આ પાવન કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુક જોડી માટે લઘુ રુદ્રાભિષેક યોગદાન રકમ રૂ. ૨,૧૦૦/- રાખેલ છે. (૨ પ્રસાદ પાસ) વધુ જાણકારી મેળવવા માટે કૉલ કરો +919223365865 મહાશિવરાત્રીના પાવન પર્વ પર લઘુરુદ્ર અભિષેક કરવાનું અત્યંત વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં ભગવાન શિવને 'અભિષેક પ્રિય' કહ્યા છે, અને લઘુરુદ્ર એ શિવ આરાધનાની સૌથી શક્તિશાળી વિધિઓમાંથી એક છે. મહાશિવરાત્રી પર લઘુરુદ્રનું મહત્વ પાપોનું શમન: માનવામાં આવે છે કે મહાશિવરાત્રી પર લઘુરુદ્ર કરવાથી જન્મ-જન્માંતરના પાપો અને કર્મોના બંધનમાંથી મુક્તિ મળે છે. ગ્રહ દોષ નિવારણ: જો કુંડળીમાં શનિ દોષ, રાહુ-કેતુની પીડા કે કાલસર્પ દોષ હોય, તો આ દિવસે લઘુરુદ્ર કરવાથી ગ્રહોની નકારાત્મક અસરો શાંત થાય છે. મનોકામના પૂર્તિ: આ વિધિથી શિવજી અત્યંત પ્રસન્ન થાય છે, જેનાથી ભક્તની આર્થિક, શારીરિક અને માનસિક મુશ્કેલીઓ દૂર થાય છે. શિવ સાનિધ્ય: મહાશિવરાત્રીની ચાર પ્રહરની પૂજામાં લઘુરુદ્રનો અભિષેક કરવાથી સાધકને ભગવાન શિવના સાક્ષાત આશીર્વાદ પ્રાપ્ત થાય છે. લઘુરુદ્ર એટલે શું? લઘુરુદ્રમાં યજુર્વેદના 'શ્રી રુદ્રમ' (નમક અને ચમક) ના પાઠ કરવામાં આવે છે. • જ્યારે રુદ્રના અગિયાર અનુવાકનો અગિયાર વખત પાઠ કરવામાં આવે (એટલે કે કુલ ૧૨૧ પાઠ), ત્યારે તેને 'લઘુરુદ્ર' કહેવામાં આવે છે. • મહાશિવરાત્રીની રાત્રે જ્યારે શિવ તત્વ પૃથ્વી પર સૌથી વધુ સક્રિય હોય છે, ત્યારે આ મંત્રોચ્ચારથી વાતાવરણમાં દિવ્ય ઉર્જાનો સંચાર થાય છે. આધ્યાત્મિક મહત્વ હિન્દુ પંચાંગ મુજબ, મહાશિવરાત્રી દર વર્ષે મહા મહિનાની વદ ચૌદસના દિવસે ઉજવવામાં આવે છે. તેના મહત્વ પાછળ મુખ્ય ત્રણ માન્યતાઓ છે: •શિવ-શક્તિનું મિલન: માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. તે પુરુષ અને પ્રકૃતિના મિલનનો ઉત્સવ છે. •સૃષ્ટિનું સર્જન: પૌરાણિક કથાઓ મુજબ, આ રાત્રે ભગવાન શિવે 'તાંડવ' નૃત્ય કર્યું હતું, જે સૃષ્ટિના સર્જન, સ્થિતિ અને લયનું પ્રતીક છે. •અજ્ઞાનનો નાશ: આધ્યાત્મિક દ્રષ્ટિએ, આ રાત અંધકાર (અજ્ઞાન) પર પ્રકાશ (જ્ઞાન) ના વિજયનું પ્રતીક છે. ભક્તો જાગરણ કરીને પોતાના અંતરના શિવ તત્વને જગાડવાનો પ્રયત્ન કરે છે.1 Reacties 0 aandelen 905 Views 0 voorbeeld -
🙏 શ્રી કાટોડિયા દાદા હવન - ૨૦૨૬ 🙏
શ્રી ચિતલીયા કપોળ મિત્ર મંડળ દ્વારા આયોજિત ભક્તિમય ઉત્સવ
કુળદેવતા પૂજ્ય શ્રી કાટોડિયા દાદાના આશીર્વાદ મેળવવા અને પવિત્ર હવનમાં સહભાગી થવા માટે આપ સૌ ભક્તોનું હાર્દિક સ્વાગત છે.
📅 કાર્યક્રમની વિગત
• તારીખ: ૦૧-૦૨-૨૦૨૬, રવિવાર (મહા સુદ પૂનમ)
• સ્થળ: શ્રી કાટોડિયા દાદાનું સ્થાનક, નેસડી (સાવરકુંડલા)
✨ આયોજનની વિશેષતા
• મુંબઈ તથા અન્ય શહેરોમાંથી અંદાજે ૨૦૦ થી વધુ ભાવિક ભક્તોની ઉપસ્થિતિ.
• પવિત્ર હવન અને મહાપ્રસાદનો દિવ્ય લાભ.
• તીર્થ દર્શન: હવનની સાથે શ્રી ભુરખિયા દાદા, કુળદેવી શ્રી શંખેશ્વરી માતાજી (રાજુલા) અને સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શનનું પણ સુંદર આયોજન.
શ્રદ્ધા અને ભક્તિના આ ત્રિવેણી સંગમમાં પધારીને ધન્યતા અનુભવો.
🙏 શ્રી કાટોડિયા દાદા હવન - ૨૦૨૬ 🙏 શ્રી ચિતલીયા કપોળ મિત્ર મંડળ દ્વારા આયોજિત ભક્તિમય ઉત્સવ કુળદેવતા પૂજ્ય શ્રી કાટોડિયા દાદાના આશીર્વાદ મેળવવા અને પવિત્ર હવનમાં સહભાગી થવા માટે આપ સૌ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. 📅 કાર્યક્રમની વિગત • તારીખ: ૦૧-૦૨-૨૦૨૬, રવિવાર (મહા સુદ પૂનમ) • સ્થળ: શ્રી કાટોડિયા દાદાનું સ્થાનક, નેસડી (સાવરકુંડલા) ✨ આયોજનની વિશેષતા • મુંબઈ તથા અન્ય શહેરોમાંથી અંદાજે ૨૦૦ થી વધુ ભાવિક ભક્તોની ઉપસ્થિતિ. • પવિત્ર હવન અને મહાપ્રસાદનો દિવ્ય લાભ. • તીર્થ દર્શન: હવનની સાથે શ્રી ભુરખિયા દાદા, કુળદેવી શ્રી શંખેશ્વરી માતાજી (રાજુલા) અને સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શનનું પણ સુંદર આયોજન. શ્રદ્ધા અને ભક્તિના આ ત્રિવેણી સંગમમાં પધારીને ધન્યતા અનુભવો.1 Reacties 0 aandelen 1K Views 0 voorbeeld2
-
શ્રી સંઘવી કપોળ સમાજ દ્વારા આયોજિત ૧૨ જ્યોતિર્લિંગ પર લઘુરુદ્ર મહાપૂજા રાખવામાં આવેલું ન્યોછાવર એ માત્ર રકમ નથી, પરંતુ તે ભક્તના હૃદયમાંથી નીકળેલો શ્રદ્ધા અને સમર્પણનો પવિત્ર ભાવ છે.
દરેક જ્યોતિર્લિંગ માટે રૂ. ૧૧,૦૦૦/- નું ન્યોછાવર અર્પણ કરવું એ ભગવાન શિવના ચરણોમાં આપણી ભાવનાને જોડવાનું એક સાધન છે. ભલે આપણે જાતે જ્યોતિર્લિંગ સ્થાને જઈ ન શકીએ, પરંતુ ન્યોછાવર દ્વારા આપણો ભાવ, આપણી પ્રાર્થના અને આપણી આસ્થા ત્યાં પહોંચે છે.
બરફની પ્રતિમારૂપે અહીં સ્થાપિત થયેલું જ્યોતિર્લિંગ માત્ર પ્રતિક નથી, પરંતુ તેમાં સમાયેલો ભક્તિભાવ અને ન્યોછાવર દ્વારા વ્યક્ત થતી શ્રદ્ધા — આ બધું મળીને લઘુરુદ્ર પૂજાને પૂર્ણતા આપે છે.
ન્યોછાવર દ્વારા સમાજ પ્રત્યે આપણો સહભાગ દર્શાય છે અને એના માધ્યમથી ભગવાન શિવની કૃપા, જીવનમાં શાંતિ અને કલ્યાણ પ્રાપ્ત થાય — એવો અઢળક વિશ્વાસ છે.
આ પવિત્ર કાર્યમાં જોડાવું એ ભક્તિભાવથી ભરેલું એક શુભ પગલું છે.
જય શ્રી મહાદેવ 🙏શ્રી સંઘવી કપોળ સમાજ દ્વારા આયોજિત ૧૨ જ્યોતિર્લિંગ પર લઘુરુદ્ર મહાપૂજા રાખવામાં આવેલું ન્યોછાવર એ માત્ર રકમ નથી, પરંતુ તે ભક્તના હૃદયમાંથી નીકળેલો શ્રદ્ધા અને સમર્પણનો પવિત્ર ભાવ છે. દરેક જ્યોતિર્લિંગ માટે રૂ. ૧૧,૦૦૦/- નું ન્યોછાવર અર્પણ કરવું એ ભગવાન શિવના ચરણોમાં આપણી ભાવનાને જોડવાનું એક સાધન છે. ભલે આપણે જાતે જ્યોતિર્લિંગ સ્થાને જઈ ન શકીએ, પરંતુ ન્યોછાવર દ્વારા આપણો ભાવ, આપણી પ્રાર્થના અને આપણી આસ્થા ત્યાં પહોંચે છે. બરફની પ્રતિમારૂપે અહીં સ્થાપિત થયેલું જ્યોતિર્લિંગ માત્ર પ્રતિક નથી, પરંતુ તેમાં સમાયેલો ભક્તિભાવ અને ન્યોછાવર દ્વારા વ્યક્ત થતી શ્રદ્ધા — આ બધું મળીને લઘુરુદ્ર પૂજાને પૂર્ણતા આપે છે. ન્યોછાવર દ્વારા સમાજ પ્રત્યે આપણો સહભાગ દર્શાય છે અને એના માધ્યમથી ભગવાન શિવની કૃપા, જીવનમાં શાંતિ અને કલ્યાણ પ્રાપ્ત થાય — એવો અઢળક વિશ્વાસ છે. આ પવિત્ર કાર્યમાં જોડાવું એ ભક્તિભાવથી ભરેલું એક શુભ પગલું છે. જય શ્રી મહાદેવ 🙏0 Reacties 0 aandelen 1K Views 0 voorbeeld1
-
🙏 શ્રી ખીમશીયા દાદા વાર્ષિક પાટોત્સવ - ૨૦૨૬ 🙏
લોલીયાણા-નવાગામ (વલ્લભીપુર) ના પાવન ધામમાં સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
📅 કાર્યક્રમની વિગત:
તારીખ: ૦૩-૦૨-૨૦૨૬, મંગળવાર
તિથિ: મહા વદ બીજ
સ્થળ: શ્રી ખીમશીયા દાદાનું સ્થાનક, લોલીયાણા-નવાગામ, વલ્લભીપુર
✨ વિશેષ માહિતી:
આ મંગલમય પ્રસંગે મુંબઈથી આશરે ૨૫૦ અને અન્ય શહેરોમાંથી ૭૦૦ જેટલા ભાવિક ભક્તો પધારીને પવિત્ર હવન તથા પ્રસાદનો લાભ લેશે. શ્રદ્ધા અને ભક્તિના આ અવસરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વધુ સંપર્ક માટે :
લલીતભાઈ મોદી 9930838438🙏 શ્રી ખીમશીયા દાદા વાર્ષિક પાટોત્સવ - ૨૦૨૬ 🙏 લોલીયાણા-નવાગામ (વલ્લભીપુર) ના પાવન ધામમાં સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 📅 કાર્યક્રમની વિગત: તારીખ: ૦૩-૦૨-૨૦૨૬, મંગળવાર તિથિ: મહા વદ બીજ સ્થળ: શ્રી ખીમશીયા દાદાનું સ્થાનક, લોલીયાણા-નવાગામ, વલ્લભીપુર ✨ વિશેષ માહિતી: આ મંગલમય પ્રસંગે મુંબઈથી આશરે ૨૫૦ અને અન્ય શહેરોમાંથી ૭૦૦ જેટલા ભાવિક ભક્તો પધારીને પવિત્ર હવન તથા પ્રસાદનો લાભ લેશે. શ્રદ્ધા અને ભક્તિના આ અવસરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વધુ સંપર્ક માટે : લલીતભાઈ મોદી 99308384381 Reacties 0 aandelen 1K Views 0 voorbeeld3
-
“પહેલું સુખ તે જાતે નર્યા”
જય કપોળ !
આપણી પોતાની કપોળ જ્ઞાતિના પરિવારોનું સ્વાસ્થ્ય ખૂબ સમૃદ્ધ અને સ્વસ્થ રહે એવા ઉદ્દેશથી સુંદર હેલ્થ સેમિનાર રવિવાર, ૧૧ જાન્યુઆરી'૨૬ એ શ્રીજી શરણ -ઐકીયમ ટાવરની બાજુમાં આવેલાં શ્યામ સુંદર સત્સંગ હોલ, કાંદિવલી વેસ્ટ, મુંબઈ સ્થિત યોજાયો હતો.
“કપોળ યુવક મંડળ, કપોળ અને કપોળ મિત્ર“ના નેજા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં લોકોએ ઉત્સાહ સભર ભાગ લીધો હતો અને આવા કાર્યક્રમો વારંવાર યોજાતા રહેવા જોઈએ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
નાસિક ઇગતપુરીમાં આવેલા ,વિશ્વપ્રસિદ્ધ નિર્વાણાનેચરોપથી એન્ડ આયુર્વેદિક રીટ્રીટ ના ટ્રસ્ટી-સંચાલક પુ. ગુરુમાં આ પ્રસંગે ઉપસ્થિત રહીને સર્વને હસતાં હસતાં ગંભીર સ્વાસ્થ્ય સંબંધી વાતો ઉપયોગી જાણકારી , ટીપ્સ આપીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.
આ કાર્યક્રમની પરિકલ્પના સામાજિક કાર્યકર તેમજ કપોળ અને કપોળ મિત્રના માનદ્ તંત્રી ગોપાલ પારેખે કરી હતી જેને સાકાર કરવાનું આયોજન કપોળ દાતાશ્રીઓએ આર્થિક સહયોગએ સફળ કર્યું હતું.
આ નિસર્ગોપચાર કેન્દ્રમાં હઠીલા અને જઠીલ રોગોનું પણ સફળતાપૂર્વક નિવારણ થઈ શકે છે અમારે ત્યાં આવનારા દર્દીઓને મેડીક્લેમ નો લાભ પણ મળી શકશે એમ ગુરુમાએ જણાવ્યું હતું.
"સ્વસ્થ રહો, આનંદથી જીવો."
"સ્વાસ્થ્ય એ સાચું ધન છે."
વધુ જાણકારી માટે +91 9769735554 / +91 9967125092
www.nirvanaturopathy.com“પહેલું સુખ તે જાતે નર્યા” જય કપોળ ! આપણી પોતાની કપોળ જ્ઞાતિના પરિવારોનું સ્વાસ્થ્ય ખૂબ સમૃદ્ધ અને સ્વસ્થ રહે એવા ઉદ્દેશથી સુંદર હેલ્થ સેમિનાર રવિવાર, ૧૧ જાન્યુઆરી'૨૬ એ શ્રીજી શરણ -ઐકીયમ ટાવરની બાજુમાં આવેલાં શ્યામ સુંદર સત્સંગ હોલ, કાંદિવલી વેસ્ટ, મુંબઈ સ્થિત યોજાયો હતો. “કપોળ યુવક મંડળ, કપોળ અને કપોળ મિત્ર“ના નેજા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં લોકોએ ઉત્સાહ સભર ભાગ લીધો હતો અને આવા કાર્યક્રમો વારંવાર યોજાતા રહેવા જોઈએ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી. નાસિક ઇગતપુરીમાં આવેલા ,વિશ્વપ્રસિદ્ધ નિર્વાણાનેચરોપથી એન્ડ આયુર્વેદિક રીટ્રીટ ના ટ્રસ્ટી-સંચાલક પુ. ગુરુમાં આ પ્રસંગે ઉપસ્થિત રહીને સર્વને હસતાં હસતાં ગંભીર સ્વાસ્થ્ય સંબંધી વાતો ઉપયોગી જાણકારી , ટીપ્સ આપીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. આ કાર્યક્રમની પરિકલ્પના સામાજિક કાર્યકર તેમજ કપોળ અને કપોળ મિત્રના માનદ્ તંત્રી ગોપાલ પારેખે કરી હતી જેને સાકાર કરવાનું આયોજન કપોળ દાતાશ્રીઓએ આર્થિક સહયોગએ સફળ કર્યું હતું. આ નિસર્ગોપચાર કેન્દ્રમાં હઠીલા અને જઠીલ રોગોનું પણ સફળતાપૂર્વક નિવારણ થઈ શકે છે અમારે ત્યાં આવનારા દર્દીઓને મેડીક્લેમ નો લાભ પણ મળી શકશે એમ ગુરુમાએ જણાવ્યું હતું. "સ્વસ્થ રહો, આનંદથી જીવો." "સ્વાસ્થ્ય એ સાચું ધન છે." વધુ જાણકારી માટે +91 9769735554 / +91 9967125092 www.nirvanaturopathy.com0 Reacties 0 aandelen 2K Views 1 voorbeeld1
-
સમાજને કંઈક પરત કરવાની જેનબર્કની (Jenburkt) અતૂટ પ્રતિબદ્ધતા અને અર્થપૂર્ણ નવીનતામાં મોખરે રહેવાના ભાગરૂપે, 'જેનબર્ક આશાવાન' (Jenburkt AshaVan) ની કલ્પના કરી તેને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ભાવનગરને અર્પણ કરી છે.
'જેનબર્ક આશાવાન' કેન્સરને તાબડતોબ પકડી પાડે એવા અત્યાધુનિક, ઉપકરણોથી સજ્જ સ્ક્રીનિંગ મશીન ધરાવતી મોબાઈલ એમ્બ્યુલન્સ છે, . કેન્સરને પ્રાથમિક તબક્કામાં તાબડતોબ પકડી પાડે એવી આ એમ્બ્યુલન્સ ભાવનગર જિલ્લામાં ઘણી જિંદગીઓ બચાવી શકવામાં સહાયરૂપ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
'આશા વાન'નું ભવ્ય અનાવરણ અને પ્રસ્થાન (Flag-off) 8 જાન્યુઆરી 2026 ના રોજ ગાંધીનગર ખાતે પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થયું હતું.
. સમાજ માટે સેવા, નવીનતા અને હેતુ સાથેનું કાર્ય — આ જ સાચું ગૌરવ.
શ્રી આશિષ ભૂતા ( જેનબર્ક ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર) તથા શ્રી પ્રેમ ભૂતા (પ્રતિનિધિ)
સમાજને કંઈક પરત કરવાની જેનબર્કની (Jenburkt) અતૂટ પ્રતિબદ્ધતા અને અર્થપૂર્ણ નવીનતામાં મોખરે રહેવાના ભાગરૂપે, 'જેનબર્ક આશાવાન' (Jenburkt AshaVan) ની કલ્પના કરી તેને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ભાવનગરને અર્પણ કરી છે. 'જેનબર્ક આશાવાન' કેન્સરને તાબડતોબ પકડી પાડે એવા અત્યાધુનિક, ઉપકરણોથી સજ્જ સ્ક્રીનિંગ મશીન ધરાવતી મોબાઈલ એમ્બ્યુલન્સ છે, . કેન્સરને પ્રાથમિક તબક્કામાં તાબડતોબ પકડી પાડે એવી આ એમ્બ્યુલન્સ ભાવનગર જિલ્લામાં ઘણી જિંદગીઓ બચાવી શકવામાં સહાયરૂપ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. 'આશા વાન'નું ભવ્ય અનાવરણ અને પ્રસ્થાન (Flag-off) 8 જાન્યુઆરી 2026 ના રોજ ગાંધીનગર ખાતે પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થયું હતું. . સમાજ માટે સેવા, નવીનતા અને હેતુ સાથેનું કાર્ય — આ જ સાચું ગૌરવ. શ્રી આશિષ ભૂતા ( જેનબર્ક ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર) તથા શ્રી પ્રેમ ભૂતા (પ્રતિનિધિ)0 Reacties 0 aandelen 903 Views 0 voorbeeld -
Kapol Culture & Heritage Meetinghttps://www.youtube.com/live/j-6pTI9UEXk?si=zRsC0f6C3m98R9OaKapol Culture & Heritage Meetinghttps://www.youtube.com/live/j-6pTI9UEXk?si=zRsC0f6C3m98R9Oa1 Reacties 0 aandelen 948 Views 0 voorbeeld1
-
જય શ્રી કૃષ્ણ...જય માતાજી.
કપોળ વૈષ્ણવ પરિવાર માટે મોતિયાબિંદુ ના ઓપરેશન નું નિશુલ્ક આયોજન...
તારીખ : 04/01/26 રવિવાર*સવારે 8 થી સાંજે 6 સુધી
સમય :અલ્પાહાર સવારે 8 થી 9 સ્વરૂચિભોજન 12.30 વાગ્યા
સ્થળ : શ્રી બોરીવલી કપોળ સમાજ, કપોળ વાડી, બોરીવલી (ઈ)
કપોળ સમાજ ના વધુ મા વધુ સભ્યો આ અવસર નો લાભ લઈ શકે તે માટે આપને આ મેસેજ ને બને એટલો આપણા કપોળ ભાઈઓ શુધી પોંહચાડવા વિનંતી...
સ્વ. વિજયાલક્ષ્મી તુલસીદાસ મહેતા ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શ્રી વિનેશકુમાર મહેતા એ પોતાની જનેતા ના સ્મરણાર્થે, આપણા કપોળ સમાજ ના પરિવાર ના સભ્યો માટે આંખ ની ચિકિત્સા, નંબર વાળા ચશ્મા તથા નામાંકિત ડોકટરો દ્વારા મોતિબિંદુ ના ઓપરેશન નું નિશુલ્ક આયોજન કરેલ છે...
ખાશ નોંધ : પુરતા સભ્યો ન થાય તો સમય અને દિવસ માં ફેરફાર કરવામા આવી શકે છે...
ઇચ્છુક કપોળ પરિવાર ના સભ્યો આ સેવા નો લાભ લઇ શકે છે...
તારીખ 02/01/26 સુધી શ્રી બોરીવલી કપોળ સમાજ ની ઓફિસ માં નામ નોંધાવી લેવું...
વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરવો...*
શ્રી વિનેશકુમાર મહેતા-9821110027
શ્રી અલ્પેશભાઈ મહેતા-9892219804
શ્રી બોરીવલી કપોળ સમાજ-9324119228
લિ.
પ્રમુખ : શ્રીમતી અંજલિબેન શેઠ
ઉપપ્રમુખ : શ્રી દિલીપભાઈ પારેખ
સેક્રેટરી : શ્રી નરેન્દ્રભાઈ ચિતલિયાજય શ્રી કૃષ્ણ...જય માતાજી. કપોળ વૈષ્ણવ પરિવાર માટે મોતિયાબિંદુ ના ઓપરેશન નું નિશુલ્ક આયોજન... તારીખ : 04/01/26 રવિવાર*સવારે 8 થી સાંજે 6 સુધી સમય :અલ્પાહાર સવારે 8 થી 9 સ્વરૂચિભોજન 12.30 વાગ્યા સ્થળ : શ્રી બોરીવલી કપોળ સમાજ, કપોળ વાડી, બોરીવલી (ઈ) કપોળ સમાજ ના વધુ મા વધુ સભ્યો આ અવસર નો લાભ લઈ શકે તે માટે આપને આ મેસેજ ને બને એટલો આપણા કપોળ ભાઈઓ શુધી પોંહચાડવા વિનંતી... સ્વ. વિજયાલક્ષ્મી તુલસીદાસ મહેતા ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શ્રી વિનેશકુમાર મહેતા એ પોતાની જનેતા ના સ્મરણાર્થે, આપણા કપોળ સમાજ ના પરિવાર ના સભ્યો માટે આંખ ની ચિકિત્સા, નંબર વાળા ચશ્મા તથા નામાંકિત ડોકટરો દ્વારા મોતિબિંદુ ના ઓપરેશન નું નિશુલ્ક આયોજન કરેલ છે... ખાશ નોંધ : પુરતા સભ્યો ન થાય તો સમય અને દિવસ માં ફેરફાર કરવામા આવી શકે છે... ઇચ્છુક કપોળ પરિવાર ના સભ્યો આ સેવા નો લાભ લઇ શકે છે... તારીખ 02/01/26 સુધી શ્રી બોરીવલી કપોળ સમાજ ની ઓફિસ માં નામ નોંધાવી લેવું... વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરવો...* શ્રી વિનેશકુમાર મહેતા-9821110027 શ્રી અલ્પેશભાઈ મહેતા-9892219804 શ્રી બોરીવલી કપોળ સમાજ-9324119228 લિ. પ્રમુખ : શ્રીમતી અંજલિબેન શેઠ ઉપપ્રમુખ : શ્રી દિલીપભાઈ પારેખ સેક્રેટરી : શ્રી નરેન્દ્રભાઈ ચિતલિયા0 Reacties 0 aandelen 934 Views 0 voorbeeld1
-
મોર્નિંગ મ્યુસિંગ્સ:
એક અબજપતિને કોઈએ પ્રશ્ન પૂછ્યો, "કોઈ વ્યક્તિને જજ કેવી રીતે કરી શકાય." અબજપતિ કહ્યું, "તેની પત્ની પરથી."
કેવી રીતે?
તેણે ત્રણ કારણો આપીને સમજાવ્યું:
૧. પુરુષની પત્ની કેવી છે, તે તેની પ્રાથમિકતા અને ચારિત્ર્યને ઉજાગર કરે છે:
એક સશક્ત, બુદ્ધિશાળી અને સ્વતંત્ર સ્ત્રી સ્વાર્થી, બેઈમાન કે નિરર્થક પુરુષ સાથે લાંબુ ન રહે. એવી સ્ત્રીને સાચવવા માટે પુરુષે બહેતર થવું પડે. સ્ત્રી કેવો પુરુષ પસંદ કરે છે, તેના પરથી તે પુરુષની ગુણવત્તા નક્કી થાય છે. સુખ-સુવિધા તો કોઈપણ ખરીદી શકે,(૨)પણ સ્ત્રીનો આદર, વફાદારી અને પ્રેમ પ્રાપ્ત કરવા માટે પુરુષમાં પણ એવા ગુણ હોવા જોઈએ.
૨. પુરુષ તેની સ્ત્રી સાથે કેવી વ્યવહાર કરે છે, તેના પરથી તેની માનસિકતાનો અંદાજ આવે:
ઘરની ચાર દીવાલોમાં જ્યાં કોઈ જોતું ના હોય ત્યારે તે સ્ત્રીનું કેટલું સન્માન કરે છે, કેટલો ભાવનાત્મક સપોર્ટ કરે છે અને ધીરજ બતાવે છે તેના પરથી તે પુરુષનું માપ નીકળે. જાહેરમાં તો બધા સારો જ વ્યવહાર કરે, પણ ખાનગીમાં સ્ત્રી કેટલી સુરક્ષિત અને શાંતિ અનુભવે છે, તે પુરુષની અસલી ઓળખાણ છે. (૩)જાહેરમાં દેખાતા આત્મવિશ્વાસ કરતાં, ઘરમાં વ્યક્ત થતી દરકાર વધુ સાચી હોય છે.
૩. મજબૂત લગ્ન નસીબથી નહીં, સંવાદથી, સમજૂતીથી અને બાંધછોડથી બને છે:
સંબંધની તંદુરસ્તીને જાળવી રાખવા માટે જવાબદારી અને સંયમની ભાવનાની જરૂર પડે છે. કોઈ વ્યક્તિ સાથે જીવન ઘડવા માટે સમય અને ધીરજની જરૂર પડે છે. એક જીવંત સ્ત્રી સ્થિરતા ઊભી કરે છે, પ્રેશરને હેન્ડલ કરે છે અને પરિવાર માટે તંદુરસ્ત માહોલ સર્જે છે. તેવી સ્ત્રીને જે પુરુષ સાચવે છે, તે તેની અસલી સફળતા છે, નહીં કે તેનું બેંક બેલેન્સ.(૪)આ વાતનો સાર એ છે કે એક વ્યક્તિનો અસલી પરિચય, તે તેનું અંગત જીવન કેવી રીતે વ્યતીત કરે છે, તે કેવા માહોલનું નિર્માણ કરે છે અને તેની આસપાસના લોકો કેટલા સુખી છે તેના પરથી નક્કી થાય છે. પૈસો તો જતો રહે છે, પદ બદલાઈ જાય છે, પણ કેવા લોકો તેની આસપાસ ઊભા રહે છે તે તેના ચારિત્ર્યની નિશાની છે.
સ્ટેટ્સ દેખાડા માટે હોય છે.
ચારિત્ર જીવવા માટે હોય છે.મોર્નિંગ મ્યુસિંગ્સ: એક અબજપતિને કોઈએ પ્રશ્ન પૂછ્યો, "કોઈ વ્યક્તિને જજ કેવી રીતે કરી શકાય." અબજપતિ કહ્યું, "તેની પત્ની પરથી." કેવી રીતે? તેણે ત્રણ કારણો આપીને સમજાવ્યું: ૧. પુરુષની પત્ની કેવી છે, તે તેની પ્રાથમિકતા અને ચારિત્ર્યને ઉજાગર કરે છે: એક સશક્ત, બુદ્ધિશાળી અને સ્વતંત્ર સ્ત્રી સ્વાર્થી, બેઈમાન કે નિરર્થક પુરુષ સાથે લાંબુ ન રહે. એવી સ્ત્રીને સાચવવા માટે પુરુષે બહેતર થવું પડે. સ્ત્રી કેવો પુરુષ પસંદ કરે છે, તેના પરથી તે પુરુષની ગુણવત્તા નક્કી થાય છે. સુખ-સુવિધા તો કોઈપણ ખરીદી શકે,(૨)પણ સ્ત્રીનો આદર, વફાદારી અને પ્રેમ પ્રાપ્ત કરવા માટે પુરુષમાં પણ એવા ગુણ હોવા જોઈએ. ૨. પુરુષ તેની સ્ત્રી સાથે કેવી વ્યવહાર કરે છે, તેના પરથી તેની માનસિકતાનો અંદાજ આવે: ઘરની ચાર દીવાલોમાં જ્યાં કોઈ જોતું ના હોય ત્યારે તે સ્ત્રીનું કેટલું સન્માન કરે છે, કેટલો ભાવનાત્મક સપોર્ટ કરે છે અને ધીરજ બતાવે છે તેના પરથી તે પુરુષનું માપ નીકળે. જાહેરમાં તો બધા સારો જ વ્યવહાર કરે, પણ ખાનગીમાં સ્ત્રી કેટલી સુરક્ષિત અને શાંતિ અનુભવે છે, તે પુરુષની અસલી ઓળખાણ છે. (૩)જાહેરમાં દેખાતા આત્મવિશ્વાસ કરતાં, ઘરમાં વ્યક્ત થતી દરકાર વધુ સાચી હોય છે. ૩. મજબૂત લગ્ન નસીબથી નહીં, સંવાદથી, સમજૂતીથી અને બાંધછોડથી બને છે: સંબંધની તંદુરસ્તીને જાળવી રાખવા માટે જવાબદારી અને સંયમની ભાવનાની જરૂર પડે છે. કોઈ વ્યક્તિ સાથે જીવન ઘડવા માટે સમય અને ધીરજની જરૂર પડે છે. એક જીવંત સ્ત્રી સ્થિરતા ઊભી કરે છે, પ્રેશરને હેન્ડલ કરે છે અને પરિવાર માટે તંદુરસ્ત માહોલ સર્જે છે. તેવી સ્ત્રીને જે પુરુષ સાચવે છે, તે તેની અસલી સફળતા છે, નહીં કે તેનું બેંક બેલેન્સ.(૪)આ વાતનો સાર એ છે કે એક વ્યક્તિનો અસલી પરિચય, તે તેનું અંગત જીવન કેવી રીતે વ્યતીત કરે છે, તે કેવા માહોલનું નિર્માણ કરે છે અને તેની આસપાસના લોકો કેટલા સુખી છે તેના પરથી નક્કી થાય છે. પૈસો તો જતો રહે છે, પદ બદલાઈ જાય છે, પણ કેવા લોકો તેની આસપાસ ઊભા રહે છે તે તેના ચારિત્ર્યની નિશાની છે. સ્ટેટ્સ દેખાડા માટે હોય છે. ચારિત્ર જીવવા માટે હોય છે.0 Reacties 0 aandelen 912 Views 0 voorbeeld -
શ્રી કલ્યાણકારી સર્વોદય જીવ દયા સંઘ. પુંજા બાપુ પાંજરાપોળ રાજુલા ખાતે.શ્રી કલ્યાણકારી સર્વોદય જીવ દયા સંઘ. પુંજા બાપુ પાંજરાપોળ રાજુલા ખાતે.0 Reacties 0 aandelen 719 Views 138 0 voorbeeld
Meer blogs