કપોળ જ્ઞાતિ – About Us

🚩 કપોળ જ્ઞાતિ: ઉત્પત્તિ અને ગૌરવશાળી ઇતિહાસ

📜 જ્ઞાતિની ઉત્પત્તિ અને નામકરણ

મહર્ષિ ગાલવ મુનિ દ્વારા આ જ્ઞાતિની સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતમાં તેમના ૬૦૦૦ શિષ્યો ‘ગોલવા’ તરીકે ઓળખાતા હતા.

  • ‘કપોળ’ શબ્દનો અર્થ સંસ્કૃતમાં ગાલ થાય છે.
  • કાનમાં પહેરાતા તેજસ્વી અને લાંબા કુંડળોની કાંતિ ગાલ પર પડતી હતી.
  • આ શોભા કારણે તેઓ ‘કપોળ’ તરીકે પ્રસિદ્ધ થયા.

🔱 ગોત્ર વ્યવસ્થા (ઋષિ પરંપરા)

મહર્ષિ કણ્વ મુનિએ કપોળ જ્ઞાતિ માટે ૧૮ ગોત્રોની રચના કરી હતી.

હાલ જ્ઞાતિમાં ૧૪ ગોત્રોના પરિવાર હયાત છે.

🌸 કુળદેવીઓ અને ભક્તિ

  • ચામુંડા માતાજી
  • અંબિકા (અંબાજી)
  • મહાલક્ષ્મી
  • કાલેશ્વરી
  • ચૌરાવાતેશ્વરી
  • પીપલવાસીની
  • વારાહી માતાજી

📊 ઇતિહાસનું જતન

કપોળ જ્ઞાતિનો લગભગ ૨૦૦૦ વર્ષ જૂનો ઇતિહાસ આપણા બારોટોના ચોપડાઓમાં સુરક્ષિત રીતે સંરક્ષિત છે.

કપોળ જ્ઞાતિ માત્ર વ્યાપારિક કુશળતા જ નહીં, પરંતુ ઋષિ સંસ્કાર અને દેવી-દેવતાઓની અસીમ કૃપા ધરાવતો સમાજ છે.

કપોળ જ્ઞાતિ: અટક, ગોત્ર અને કુળદેવી માર્ગદર્શિકા

અટક / શાખ ગોત્ર કુળદેવી / કુળદેવ વિશેષ નોંધ (ઇતિહાસ)
ચિતલીયા શાંડિલ્ય અંબાજી માતા / કાટોડિયા દાદા ચિતળના વતની હોવાથી ‘ચિતલીયા’ કહેવાયા; શ્રી કાટોડિયા દાદા ક્ષેત્રપાળ તરીકે પૂજાય છે.
સંઘવી શાંડિલ્ય અંબાજી માતા સંઘ કાઢી તળાવો ઘીથી ભર્યા હોવાથી ઈલ્કાબ મળ્યો.
ભૂટા શાંડિલ્ય ખીમશીયો દાદા (બોલીયાણા) લક્ષ્મીદાસ ઉર્ફ ભૂટા મહેતાના વંશજો; આસો અથવા ચૈત્ર સુદ-૮ નૈવેધ પરંપરા.
ભુવા શાંડિલ્ય વીંઝણ વાસીની (અંબિકા) વીંઝણ વાસીનીની ઉપાસનાથી ‘ભુવા’ અટક પડી.
વોરા કશ્યપ ચોરવાટેશ્વરી (ઝુંડમાતા) શેઠ સગાળશાના ત્યાગ અને પુત્રદાનના વારસદાર.
દોશી પારાશર કનકાઈ માતા (ગીર) કાપડના પ્રતિષ્ઠિત વ્યવસાય પરથી અટક પડી.
મોદી / દેસાઈ પીપલાદ / ભાર્ગવ પીપલવાસીની / સપ્તશૃંગી રાજ્યનું મોદીખાનું અથવા દેસાઈગીરી સંભાળવાથી ઓળખ.
ગાંધી પીપલાદ / ઉપમન્યુ અંબાજી / પીપલવાસીની ગાંધીપણું (કરિયાણાનો વ્યવસાય) કરવાથી અટક પડી.
પારેખ હરિત વેરાઈ માતા / ભુરખિયા દાદા ઝવેરાતના પારખુ; હનુમાનજીના ઉપાસક.
મથુરિયા શાંડિલ્ય અંબાજી / સામુદ્રી માતા મથુરાનો સંઘ કાઢ્યો હોવાથી ઓળખ મળી.
કાણકીયા પારાશર કનકાઈ માતા કનકાઈ માતાની કૃપાથી જન્મેલા કનકીદાસના વંશજો.
હકાણી / બુસા ઉપમન્યુ અંબાજી માતા હકુ મહેતાના વંશજો ‘હકાણી’ કહેવાયા.
કોઠારી ઉપમન્યુ અંબાજી માતા કોઠાર (વ્યાપાર ભંડાર) સંભાળવાના કાર્ય પરથી.
સાયર / પૂજાણી શાંડિલ્ય અંબાજી માતા કુંડલાના ધીંગાણામાં શહીદ વીરોની યાદગીરી.
કરવત ભારદ્વાજ દ્વારવાસીની દેવી કુંપા મહેતાના વંશજો; દેરડીમાં વસ્યા.
મહેતા (વડગામા) શાંડિલ્ય અંબાજી માતા વડગામમાં વસવાટ કરવાથી ‘વડગામા’ કહેવાયા.
પટેલ વશિષ્ઠ ચામુંડા માતા પરંપરાગત નેતૃત્વ અને જમીન વ્યવસ્થા.
વળિયા - - વળે (ગામ) માં વસવાટ કરવાથી ‘વળિયા’ કહેવાયા.

💡 મહત્વની માહિતી

  • નૈવેધ: ભૂટા કુટુંબમાં આસો કે ચૈત્ર સુદ - ૮ ના રોજ નૈવેધ કરવાની પરંપરા છે.
  • ક્ષેત્રપાળ: ચિતલીયા અને શેઠ કુટુંબમાં શ્રી કાટોડિયા દાદા ક્ષેત્રપાળ તરીકે પૂજાય છે.
  • બારોટ: આ બધી જ માહિતી ૨૦૦૦ વર્ષથી આપણા બારોટોના ચોપડામાં સુરક્ષિત છે.